મુખપૃષ્ઠયોજનાઓજમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
 

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ

(બ) ગ્રામીણ આવાસન યોજના માટે પાયાની માળખાકીય સુવિધા પુરી પાડવા અંગે.
  ગામતળ જમીનની ઉપલબ્‍ધતાના આધારે સંકુલનું આયોજન થાય તેવી નવીન યોજનાને પ્રાથમિકતા.
  ગામ ખાતે ગ્રામીણ આવાસન જેવા કે સરદાર આવાસ યોજના, ઇન્‍દીરા આવાસ યોજના વગેરેના હયાત કલસ્‍ટરને સંકુલમાં ફેરવી પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાશે.
  આ યોજના હેઠળ ગ્રામ્‍ય જીવન ધોરણ ઉચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
  રાજય સરકારની જુદી જુદી ગ્રામીણ આવાસન યોજનાઓ સરદાર પટેલ આવાસન યોજના, ઇન્‍દિરા આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના વગેરેનો સમન્‍વય કરી શકાશે.
  એક ગામ માટે રૂપિયા દસ લાખની મર્યાદામાં સહાય પુરી પાડી શકાશે પરંતુ જરૂર જણાયે ૧૩માં નાણાપંચની ગ્રાન્‍ટમાંથી વધુ રૂપિયા બે લાખ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીની મંજુરીથી ઉપયોગ કરી શકાશે.
  સંકુલમાં ઓછામાં ઓછા ૧૫ (પંદર) આવાસો હોય તેવા સંકુલમાં જ સુવિધાઓનુ આયોજન કરવાનું રહેશે.
  આ યોજના હેઠળ દર વર્ષે ૭૦૦ (સાતસો) ગામોને આવરી લેવાશે. જેના માટે અંદાજે રૂપિયા ૩૬૧૨/- લાખ (રૂપિયા છત્રીસ કરોડ બાર લાખ) ની ફાળવણી કરવામાં આવશે.
માળખાકીય સુવિધા યોજના અંતર્ગત વર્ષ ૨૦૦૬-૦૭ થી ૨૦૧૧-૧૨ સુધી કુલ રૂ. ૭૭૮.૩૦ લાખની ગ્રાન્‍ટ અમદાવાદ જિલ્‍લાને મળેલ છે.
 
 
પાછળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 11/3/2019

વપરાશકર્તાઓ : 997837