મુખપૃષ્ઠશાખાની કામગીરી

શાખાની કામગીરી

આયુર્વેદ દવાખાનાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આયુર્વેદ પધ્ધતિથી સારવાર આપવામાં આવે છે.
હોમિયોપેથીક દવાખાનાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હોમિયોપેથીક પધ્ધતિથી સારવાર આપવામાં આવે છે.
મેડીકલ ઓફિસરો દ્રારા સારવાર ઉપરાંત સ્વાસ્થ્ય રક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરી જરૂરી સારવાર અને સલાહ સુચનો આપવામાં આવે છે.
બાળકોની રોગ પ્રતિકારક શકિત વઘે અને બળકોની મેઘાવી બને તેવા અભિગમ સાથે બાળકોને પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાસન કરાવવામાં આવે છે.
સંક્રામણ અને પાણી જન્ય રોગોના અટકાવ માટે સ્વચ્છતા અભિયાન હાથ ઘરવામાં આવે છે.
પ્રાથમિક શાળા તેમજ હાઇસ્કુલોમાં સેમીનાર ચર્ચા તથા પ્રશ્રોતરી દ્રારા આયુર્વેદમાં જણાવ્યા મુજબ આહાર, વિહાર, દિનચર્ચા, ત્રતુચર્ચા વગેરેની જાણકારી આપવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોને ઔષધિય વનસ્પતિનું પ્રદર્શન યોજી તેની ખેતી અંગે પ્રોત્સાહન અને સમજ આપવામાં આવે છે. આ માટે સનથલ મુકામે ઔષઘિય વનસ્પતિ ઉઘાન બનાવવામાં આવેલ છે.
અંતરિયાળ ગામોમાં જયા આરોગ્યની સુવિઘાઓ ની ત્યાં ફરતુ આયુર્વેદીક દવાખાનું ઘન્વન્તરી રથ દ્રારા ગ્રામ્ય જનતાએ ઘર આંગણે સ્વાસ્થ્ય સુવિઘા પુરી પાડવામાં આવે છે.
મેડીકલ ઓફિસરોની ટીમ દ્રારા સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ તથા સારવાર માટે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
અતિવૃષ્ટિ, ઘરતીકંપ જેવી આપતિકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ દ્રારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરવામાં આવે છે.
દર પુષ્પ નક્ષત્ર ને આયુષ મમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં માતા બાળકોના આરોગ્યને લગત વિવિઘ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
જિલ્લાની સર્ગભા બહેનોને ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપવામાં આવે છે. તથા માતા તથા બાળક સ્વસ્થ રહે તે માટે આયુર્વેદિક પધ્ધતિમાં જણાવ્યા મુજબ પ્રથમ માસથી નવમાં માસ સુઘીની સાર સંભાળ તથા વિવિઘ એકટીવીટીઓ શિખવાડવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 7/12/2017

વપરાશકર્તાઓ : 836692