મુખપૃષ્ઠશાખાઓ સિંચાઇશાખાપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર સંરક્ષણના પાળાનાં કામો
જિલ્લામાં અછતના વર્ષો દરમ્યાન મજુરોને રોજી રોટી આપવાના હેતુથી તથા ગામનું પુરથી થતાં નુકશાન માટે બનાવવામાં આવેલ માટી પાળાઓ છેલ્લા ૩ વર્ષની અતિવૃષ્ટ્રિથી નુકસાન પામેલ છે. તે પૈકી પુર સંરક્ષણ યોજનાની દુરસ્તી તથા નવી પુર સંરક્ષણ યોજના રૂ.૧૩૪.૦૦ લાખની સરકારશ્રીએ હેડવાઇઝ મંજુરી આપેલ છે. ગ્રાન્ટની મર્યાદામાં કામો હાથ ધરવામાં આવે છે. પુર સંરક્ષણ યોજના થવાથી ગામ તળને પુરથી થતું નુકસાન અટકાવી શકાય છે. ગામલોકો/ રહેઠાણ તથા અન્ય ને આડકતરો લાભ થાય છે. ચાલુ સાલે સરકારશ્રી દ્વારા રજુઆતને આધીન કામોની મંજુરી મળેલ છે જે ગ્રાન્ટનની મર્યાદામાં કામો હાથ ધરવાનું આયોજન છે.
ઉપરોકત કામો ઉપરાંત જિલ્લા આયોજન મંડળ દ્વારા મંજુર થતાં નીચે મુજબના કામોની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.
પીવાના પાણીના બોર, સબ.પંપ, કોલમ પાઇપ વગેરે
પીવાના પાણીના સ્ટેન્ડ પોસ્ટ તથા પાઇપ લાઇન
૧૩ માં નાણાપંચના કામો
વરસાદી પાણીના નિકાલની ડ્રેનેજ લાઇન
ધન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા
એન.આર.ઇ.જી.એ.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024858