મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદની હ્દની અંદરના કોઈપણ વિસ્તાર માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની યોજના તૈયાર કરી સરકારશ્રીએ નક્કી કરેલ ધારાધોરણ મુજબ અમલ કરવો અને તેને સલગ્ન સંસ્થાઓ પાસે અમલ કરાવવો.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા પસાર કરેલ આર.ટી.ઈ.-૨૦૦૯ અંતર્ગત જિલ્લાનાં દરેક વિસ્તારમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તેમજ બાળકો ફરજીયાત પ્રાથમિક શિક્ષણ મેળવે તેની તકેદારી રાખવી.તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ શૈક્ષણિક સુવિધા અને ભૌતિક સુવિધા પુરી પાડવા અંગે આયોજન કરી અને સરકારશ્રીની શિક્ષણ માટેની યોજનાઓનું જિલ્લાનાં વિસ્તારમાં અમલીકરણ કરાવવું અને તે યોજના ઉપર નિયંત્રણ રાખવું.તેમજ યોજનાઓ લાભ તમામ શાળાઓને મળી રહે અને સરકારશ્રીનાં ઉદ્દેશ પરીપૂર્ણ થાય તે પ્રમાણેની કામગીરી કરવી.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024824