મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


સરકારશ્રીના પરિપત્ર અને પથદર્શક સૂચનાઓ મુજબ અમદાવાદ જિલ્લાના તાબાની આંગણવાડીઓમાં યોજનાની કામગીરીનું આયોજન,અમલીકરણ,મૂલ્યાંકન તેમજ દેખરેખની કામગીરી કરાવવી. આઈ.સી.ડી.એસ.યોજનાની બહોળી પ્રસિધ્ધી માટે કાર્યવાહી કરવી.


સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ફરજ બજાવતી આંગણવાડી વર્કરોને નામ નિયુકિતથી મુખ્ય સેવિકામાં નિમણૂક આપવા અંગેની કાર્ય પ્રણાલી મુજબ કાર્યવાહી કરવી.

કચેરીના તાબા હેઠળના કર્મચારી/અધિકારીઓ બઢતી, રજા,ઇજાફા,પગાર,પગાર બાંધણીની કામગીરી અને સેવાપોથી નિભાવવી.

શાખાના કર્ચારીઓની મહેકમને લગતી પગાર, ભથ્થા,રજા મંજુરી વગેરેની કામગીરી

ઘટક કક્ષાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓની રજા, મુખ્ય સેવિકાઓની નિમણૂક,બદલી તથા ઉચ્ચતર પગાર બાબતની કામગીરી

ધટક કક્ષાએ કામ કરતા અધિકારીશ્રી તથા મુખ્ય સેવિકાની આંગણવાડી વર્કરોની કામગીરી ઉપર દેખરેખ રાખવાની કામગીરી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોકલવાની થતી શાખાની તમામ ફાઇલોની વહીવટી મંજુરીની કામગીરી

યોજનાકીય તમામ કામગીરી તથા દેખરેખ

મહિલા અને બાળ કલ્યાણ અને યુવા પ્રવૃતિની સમિતના સચિવ તરીકેની કામગીરી સબલા યોજનાની જિલ્લા કક્ષાએ દેખરેખની કામગીરી

પી.આર.સી. પારા, એ.જી.ઓડીટ પારા, લોકલફંડ, તથા અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી તથા તમામ પ્રકારની ગ્રાંટોની કામગીરી

આંગણવાડી કેન્દ્રોનાં પોતાના મકાન બનાવવા માટે માર્ગ અને મકાન શાખા,સર્વ શિક્ષા અભિયાન તેમજ મનરેગા(જી.ગ્રા.એજન્સી)સાથે સંકલન કરવું,ગ્રાન્ટ ફાળવવી વિ. કામગીરી

આંગણવાડી કેન્દ્રોની અન્ય માળખાકીય સુવિધાઓ જેવી કે કમ્પાઉન્ડવોલ, સેનીટેશનયુનિટ,પીવાના પાણીની સુવિધા, વિજળીકરણ પૂરી પાડવા અંગે બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તથા તાલુકાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સંકલન કરાવવું.

આઇસીડીએસ યોજનાકીય વિવિધ સમિતિઓની રચના તથા સંલગ્ન કામગીરી.

રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવતું આઈ.ઇ.સી. મટિરિયલ,દવાઓ,ઇ.સી.સી.ઇ. મટિરિયલ વિ. ઘટક કક્ષાએ જરૂરિયાત મુજબ ફાળવવાની તેમજ વિતરણની કામગીરી.

શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર/તેડાગરને જિલ્લા કક્ષાનાં “યશોદા એવોર્ડ” અંગેની કામગીરી.
નાણાંકીયઃ
(૧) શાખા માટે સત્તા મર્યાદા સુધી પરચુણ ખરીદી,યોજનાકીય ગ્રાન્ટ, બજેટ તથા તેની ફાળવણી.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024743