મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવનાઆઇસીડીએસ યોજના હેઠળ સમાજના ગ્રામીણ તથા શહેરી સ્લમ વિસ્તારના ૦ થી ૬ વર્ષનાં બાળકો,સગર્ભા,ધાત્રીમાતા,૧૧ થી ૧૪ વર્ષની વયજુથની અને ૧૫ થી ૧૮ વર્ષની વયજુથની કિશોરીઓને આવરી લેવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય અને પોષણ શિક્ષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું. યોજનાના અમલીકરણ માટે વિવિધ ખાતા સાથે સફળ સંકલન કરી બાળકોનો સર્વાંગી વિકાસ કરવો,બાળકોમાં આરોગ્ય અને પોષણનો દરજજો સુધારવો તથા માંદગીનુ પ્રમાણ,બાળ મૃત્યુ,કુપોષણ તથા શાળામાંથી ઉઠી જતા બાળકોનુ પ્રમાણ ઘટાડવું તેમજ સગર્ભા, ધાત્રીઓને,કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવુ વિગેરે છે.આ યોજના હેઠળ મુખ્યત્વે પુરકપોષણ,પૂર્વ પ્રથમિક શિક્ષણ,રોગપ્રતિકારક રસીઓ,આરોગ્ય તપાસ,સંદર્ભ સેવાઓ,આરોગ્ય અને પોષણની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

અમદાવાદ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતી યોજના છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૧૨ ઘટકો જેવા કે, સીટી,દશક્રોઇ-૧,દશક્રોઇ-૨ ધોળકા-૧,ધોળકા-૨,બાવળા, ધંધુકા,વિરમગામ, માંડલ,દેત્રોજ સાણંદ -૧ અને સાણંદ -૨નો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં હાલમાં કુલ -૧૫૨૭ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે,જેમાં દર વર્ષે અંદાજિત ૧૩૩૩૨૯ બાળકો લાભ લે છે.વિશેષ રૂપે આ જિલ્લામાં વિવિધ પ્રોજેકટ અમલીકરણ થયેલ છે, જેમાં ‘શૈશવ સેતુ’, ‘ઘડતર’, ‘મા-દીકરી સમેંલન’, ‘જન સેવા- એજ શિવ સેવા’ વિ. સફળતા પૂર્વક પાર પડેલ છે, તથા આરોગ્ય ખાતા તથા શિક્ષણ ખાતા સાથે સંકલનથી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ કાર્યક્રમ સફળતા પૂર્વક ભૂમિકા ભજવેલ છે. ૦ થી ૬ વર્ષના બાળકોનાં આધારકાર્ડ કાઢવાની કામગીરી પણ ઝુંબેશ સ્વરૂપે કાર્યરત છે તથા સમયાંતરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવતી યોજનાઓને અમદાવાદ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સફળ સંચાલન થઈ રહ્યું છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024754