મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


જિલ્લા પંચાયત, અમદાવાદ હસ્‍તકની પશુપાલન શાખા હેઠળની ક્ષેત્રિય કચેરીઓની યોજનાકીય - વહીવટી કામગીરી આ મુજબ નિભાવવામાં આવે છે.
યોજનાકીય માળખું
સ્તરીય રચના-કચેરી રીપોર્ટીંગ ઓફિસર
જિલ્લા કક્ષા -જિલ્લા પંચાયતમાન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી,

પશુપાલન શાખાનાયબ પશુપાલન નિયામક

મદદનીશ પશુપાલન નિયામક
તાલુકાકક્ષા-તાલુકા પશુ દવાખાનું

તાલુકા પશુચિકિત્સા અધિકારી

શાખા / ફરતુ પશુ દવાખાનુંપશુચિકિત્સા અધિકારી
ગ્રામ્યકક્ષાએઃ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર

પશુધન નિરીક્ષક

-

યોજનાકીય ફરજો અને જવાબદારીઓ :
પશુપાલન શાખા

ડીસીઝ કંટ્રોલીંગ, ડીસીઝ મોનીટરીંગ અને ચેપી રોગચાળાના નિયંત્રણ (Out break of Disease) તેમજ આર.પી. સર્ચ એન્‍ડ સર્વેલન્‍સ કામગીરી જિલ્લા કક્ષાએ વર્ષ દરમ્‍યાન કરવામાં આવે છે.

જિલ્લાના પશુધનને ઈમ્‍યુનાઈઝેશન પ્રોગ્રામમાં આવરી લઈ, એચ.એસ., ખરવા-મોવાસા તથા બ્રુસેલોસીસ રસીકરણ કામગીરીનું આયોજન.

પશુ સંવર્ધન નીતિ (Breeding Policy) જાળવી જિલ્લામાં સઘન કૃત્રિમ બીજદાન કામગીરી કરાવવામાં આવે છે.

વિસ્‍તરણ સેવા હેઠળ પશુ ઉત્‍પાદકતા વૃદ્ધિ શિબિર, પશુ સંવર્ધન પ્રશિક્ષણ શિબિર (રાજ્‍ય તથા કેન્‍દ્ર પુરુસ્‍કૃત) તથા વિસ્‍તરણ ઝુંબેશ સહ ફિલ્‍મ શો, ગ્રામસભા, ચર્ચા સભા, રાત્રિસભાઓનું આયોજન કરી, પશુપાલન પ્રવૃત્તિઓનો વ્‍યાપ વધારવાની કામગીરી.

૨૦ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ હેઠળની યોજનાઓ જેવી કે બકરા યુનિટ, ચાફકટર તથા હેલ્‍થ પેકેજ વગેરે તેમજ ખાતાકીય લક્ષ્યાંકની શત પ્રતિશત અમલવારી.

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024730