મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાઘાસ ચારા વિકાસ

ઘાસ ચારા વિકાસ


પશુપાલન ખાતુ ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સમગ્ર નાણાંકીય વર્ષ દરમ્‍યાન ઋતુવાર અર્થાત્‌ શિયાળું, ઉનાળું અને ચોમાસુ ઋતુના બિયારણના મીનીકીટ્‍સ પુરા પાડવામાં આવે છે. ખાતા દ્વારા પુરા પાડવામાં આવતા બિયારણના આ મિનિકીટ્‍સ રવિ અને ખરીફ ઋતુના ઘાસચારાના પાકો આવરી લેવામાં આવે છે. ખાતા દ્વારા જિલ્લા પંચાયત, અમદાવાદને ઘાસચારા બિયારણ મિનિકીટ્‍સનો લક્ષાંક ફાળવવામાં આવે છે. જેની સામે જિલ્લા પંચાયત, અમદાવાદ દ્રારા ઘાસચારા બિયારણ મિનિકીટ્‍સનો વર્ષ દરમ્‍યાન બિયારણ મિનિકીટ્‍સનો શતપ્રતિશત લક્ષાંક સિદ્ધ કરવામાં આવે છે. જે દ્વારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો તથા ગૌશાળા પાંજરાપોળ સંસ્‍થાઓ દ્વારા ઘાસચારાના નિદર્શન પ્‍લોટ તૈયાર કરવામાં આવે છે. જે અન્‍ય પશુપાલક લાભાર્થીઓને ઉદાહરણ સમાન નિદર્શન મળી રહે છે. આમ ખાતા દ્વારા પુરા પાડવામાં આવતા બિયારણ માનીકીટ્‍સમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સહાય હેઠળની સદર યોજનાની અમલવારી અત્રેની જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે યશસ્‍વી રીતે કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024752