મુખપૃષ્ઠ શાખાઓ મહેસુલ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

રાજયમાં ૧/૪/૧૯૬૩ થી પંચાયત રાજનો અમલ થતાં સરકારશ્રીએ મહેસુલી કામગીરી પંચાયતોને તબદીલ કરેલ છે. પંચાયત વિસ્તારમાં જમીન મહેસુલ, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વિગેરે સરકારી લેણાંની વસુલાતની કામગીરી પંચાયતને સુપ્રત થતાં આ કામગીરી અસરકારક થઇ શકે તે માટે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને જમીન મહેસુલ સહિતના અને જમીન મહેસુલ નિયમો હેઠળના જરૂરી અધિકારો આપવામાં આવેલા છે. તલાટી કમ મંત્રી તથા સર્કલ ઇન્સ્પેકટર મહેકમને પંચાયત ઉપરાંત મહેસુલની કામગીરી માટે વહિવટી અંકુશ હેઠળ મુકવામાં આવેલ છે.

મહેસુલ વિભાગની નીચે જણાવેલ કામગીરી પંચાયત વિસ્તાર માટે ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સુપ્રત થયેલ છે.
તગાવી ધિરાણ અને વસુલાત
વિઘમાન અને વધારેલા ગામતળના પ્લોટોનો નિકાલ જાહેર હરાજીથી તથા ૨૦૦ ચો.મી. સુધી વેચાણથી
હદ નિશાનની મરામત અને જાળવણી
ખેતીની જમીનમાં બીનખેતીનો ઉપયોગ કરવાની પરવાનગી
અછત અને અર્ધ અછતની પરિસ્થિતિમાં તેમજ કુદરતી આફતોના સમયે રાહત કામો કરવા
અછત / અર્ધઅછતના ઉપાયો
કુદરતી આફત, આગ અકસ્માત, કોમી તોફાનો, દરમ્યાનના બનાવોમાં અસરગ્રસ્તોને સહાય
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અન્વયે અવસાન પામનારની વિધવાને આર્થિક સહાય
જમીન મહેસુલ અનુદાન ગ્રામ પંચાયતોના ફાળાની વહેંચણીની કામગીરી
જમાબંધી અને વાર્ષિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી
કવોરી લીઝની ઉપજ ભૂસ્તર વિભાગ તરફથી ફાળવવામાં આવતી આવક ગ્રામ પંચાયતોને ફાળવવાની કામગીરી
જ.મ.કા.ની કલમ-૬૫,૬૬ તથા ૬૭ કલમો હેઠળ બીનખેતી મંજુરી આપવા તથા શરતભંગના પગલાં લેવા
ત.ક.મંત્રી / સ.ઇ.શ્રીના મહેકમની કામગીરી.

 

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024764