મુખપૃષ્ઠ શાખાઓ મહેસુલ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

આગ-અકસ્માતના કિસ્સામાં દરખાસ્ત મળેથી સંપુર્ણ ચકાસણી કરી સહાય ચુકવણાની કાર્યવાહી કરવામા આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના પ્રસંગોએ સાવચેતી વાપરી જાનહાની તથા નુકશાન નિવારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. અને યથા પ્રસંગોએ સહાયની રકમ પણ તાત્કાલિક ચૂકવવામાં આવે છે
વર્ષ ૨૦૧૧-૧૨ ના ચોમાસા દરમ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૩ માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ હતા. જે પેકી પાત્રતા ધરાવતા કુલ ર(બે) કિસ્સામાં દરેક મૃતકના વારસદારનો રૂ.૫૦,૦૦૦/- લેખે માનનીય મુખ્ય મંત્રીશ્રીના રાહતફંડમાંથી અને સરકારશ્રીના ફંડમાંથી મૃત્યુ સહાય ચૂકવેલ છે. ચોમાસુ-૧૧ દરમ્યાન ર  પશુઓના અવસાન નોંધાયેલ જે બંને કેસમાં પશુદીઠ રૂ. ૧૦૦૦૦૦ લેખે રૂ. ૨૦૦૦૦ સહાય ચુકવવામાં આવેલ છે.  અન્‍ય કોઇ નુકશાન ન થતાં સહાય ચૂકવવામાં આવેલ નથી.
૨૦૧૦-૧૧ ના વર્ષમાં જ.મ.કા.ની કલમ-૬૫,૬૬,૬૭ હેઠળ ના ૫૬કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.અને તે માટે રૂપાંતર કરની રકમ ૧૮,૩૮,૮૭૬/- વસુલાત આવેલી છે
સરકારશ્રીમાં જમીન મહેસુલ તથા લોકલ ફંડ શેષની ગ્રાંટની કુલ રૂ.  ૬,૩૫,૭૮,૩૮૧ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતને મળેલ છે. જે પૈકી તા. પં. /ગ્રામ પંચાયતોના હિસ્‍સાની ગ્રાંટ તાલુકા પંચાયતોને ફાળવેલ છે. જિ.પં.ના હિસ્‍સાની ગ્રાન્‍ટ વિકાસના કામે વાપરવામાં આવે છે.
તા. ૦૯-૦૬-૨૦૧૧ ના રોજ ભડિયાદ મેળાના ૧૮ યાત્રાળુઓનું અકસ્‍માતમાં અવસાન થતા તથા ૧૦ યાત્રાળુ ઇજાગ્રસ્‍ત થતા માન. મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને રૂ. ૧૦૦૦૦૦/- લેખે રૂ. ૧૮૦૦૦૦૦/- તથા ઇજાગ્રસ્‍ટ ૧૦ ઇસમોને દરેકને રૂ. ૨૫૦૦૦/- લેખે રૂ. ૨,૫૦,૦૦૦/- ચુકવેલ છે.
તા. ૧૭-૦૬-૨૦૧૧ ના રોજ મોજે, વણી તા. વિરમગામ પાસે માર્ગ અકસ્‍માતમાં ૭ વ્‍યક્તિઓના અવસાન થતા મૃતક દીઠ રૂ. ૫૦૦૦/- લેખે સહાય ચૂકવવામાં આવેલ છે.

 

પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1025667