મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારીઓની નિમણુક

કર્મચારીઓની નિમણુક

તાલુકાની કચેરીઓમાં વયનિવૃત્ત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત, અવસાન, આંતર જિલ્લા બદલી  જેવા કારણોસર ખાલી પડતી  નાયબ ચીટનીશ, નાયબ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, ડ્રાયવરવિ. સંવર્ગ વર્ગ-૩ની જગ્યાઓ ભરવા ભરતીથી નિમણુંક આપવા તથા બઢતી આપી જગ્યા ભરવા બાબત તથા ભરતીની સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહીથી પસંદગી પામેલા  ઉમેદવારોને તથા  સરકારશ્રી દ્વારા  રહેમરાહે નિમણુંક થતાં આશ્રિત ઉમેદવારોને નિમણુંક આપવામાં આવે છે.  પ્રતિનિયુકિતથી બદલી કે નિમણુંકની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ પગારધોરણ ૪૦૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજુરી મેળવી, સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી, પસંદગી યાદી મુજબ નિમણુંક કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024817