મુખપૃષ્ઠ શાખાઓ કુટુંબ કલ્‍યાણ કુટુંબ કલ્‍યાણની યોજનાઓબાળ સખા યોજના

બાળ સખા યોજના

યોજનાનો હેતુ
રાજ્યમાં બાળ મૃત્‍યુદર ૫૦ (દર હજાર જીવીત જન્‍મ દીઠ) છે તે ઘટાડી ૨૦૧૦ સુધીમાં ૩૦ સુધી લઇ જવો.
નિરોગી બાળ વર્ષ યોજના અંતર્ગત તમામ બાળકો રોગ મુક્ત અને સ્‍વસ્‍થ રહે.
બાળ સખા યોજના ભાગ- ૧
ચિરંજીવી યોજના સાથે સંલગ્‍ન તેમજ સરકારી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર કે જીલ્‍લા હોસ્‍પિટલ જ્યાં બાળરોગ નિષ્‍ણાંત ઉપલબ્‍ધ નથી ત્‍યાં જન્‍મના બાળકોની આનુષાંગિક યોજના
‘‘બાળ સખા યોજના’’ રાજ્યમાં ચિરંજીવી યોજના હેઠળના સ્‍ત્રીરોગ નિષ્‍ણાતે તેમના બાળરોગ નિષ્‍ણાત સાથે સંકલન કરી પેનલ બનાવી કામગીરી કરવાની રહેશે.
યોજના અંતર્ગત કરાર કરવામાં આવશે.
ખાનગી બાળરોગ નિષ્‍ણાત
તબીબી ક્ષેત્રે કામ કરતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ
રાજ્યનું અનુદાન મેળવતી તબીબી સંસ્‍થાઓ
અંતર્ગત ખાનગી બાળરોગ નિષ્‍ણાતે બજાવવાની કામગીરી :
ચિરંજીવી યોજના હેઠળના ખાનગી સ્‍ત્રીરોગ નિષ્‍ણાતની હોસ્‍પિટલમાં સરકારી હોસ્‍પિટલ/સા. આ. કેન્‍દ્રની મુલાકાત લઇ દરેક નવજાત શિશુની પ્રાથમિક તપાસ કરવાની રહેશે.
દરેક નવજાત શિશુને બાળરોગ નિષ્‍ણાત જન્‍મન પહેલા દિવસે તથા હાઇરીસ્‍ક કેસમાં ડીલીવરીના સમયે જો સ્‍ત્રીરોગ નિષ્‍ણાત બોલાવે ત્‍યારે તુરત જ પહોંચી સારવાર આપવાની રહેશે.
બાળ સખા યોજના હેઠળ જોડાયેલ બાળરોગ નિષ્‍ણાત તેની હોસ્‍પિટલ ખાતે કે અન્‍ય દવાખાને સારવાર આપેલ બાળ દર્દીઓનું અદ્યતન રજીસ્‍ટર બનાવવાનું રહેશે.
તમામ નવજાત શિશુઓને પ્રિવેન્‍ટીવ સેવાઓ જેવી કે તાત્‍કાલીક સ્‍તનપાન, કાંગારૂ કેર, વિટામીન-કે, ઇન્‍જેકશન, બીસીજી, ૦ પોલીયોનું રસીકરણ વગેરે કરાવવાનું રહેશે. તપાસેલ નવજાત શિશુ પૈકી કોમ્‍પલીકેટેડ કેસમાં પોતાની હોસ્‍પિટલમાં લઇ જઇને સંપૂર્ણ સારવાર આપશે. જો વેન્‍ટીલેટર અથવા શસ્‍ત્રક્રિયાની જરૂર જણાય તેવા નવજાત શિશુને મેડીકલ કોલેજ હોસ્‍પિટલમાં રીફર કરશે.
યોજના અંતર્ગત મળવા પાત્ર નાણાકીય લાભ
૧૦૦ નવ જાત શીશુના પેકેટ દીઠ કરાર આધારિત બાળરોગ નિષ્‍ણાતને રૂ. ૧,૩૦,૦૦૦/-
બાળ સખા યોજના – ૧ નું પેકેજ (ચિરંજીવી યોજના કે સરકારી દવાખાનામાં જન્‍મેલ બાળકો માટે)
પરિશિષ્‍ટ – ૧
અ.નં. વિગત રકમ (રૂ.)
ચિરંજીવી સ્‍ત્રીરોગ તજવાને માતા અને બાળકને બે દિવસ વધારે રાખવા માટે ચૂકવવાની થતી વધારાની રકમ (@૩૦૦X૧૦૦) ૩૦૦૦૦/-
૧૦૦ નવજાત શિશુઓને તપાસવાના ને જરૂર જણાયતો પોતાની હોસ્‍પિટલમાં દાખલ કરી જરૂરી તપાસ કરી દવા ઇન્‍જેકશન અને સારવાર આપવાના પ્રવર્તમાન પ્રમાણ તથા આનુસાંગિક પરિક્ષણો વગેરે લક્ષમાં રાખી ૧ નવજાત શિશુ દીઠ રૂ. ૩૦૦/- લેખે ચુકવવાની તથા કન્‍સલ્‍ટેશન ચાર્જના ખર્ચ પેટે રકમ (રૂ.) ૩૦૦૦૦/-
૨૦ બાળકોને ચિરંજીવી ડૉકટરના હોસ્‍પિટલ ની બાળરોગ નિષ્‍ણાંતની હોસ્‍પિટલ ખાતે ખસેડવા માટેના વાહનવ્‍યવહાર ખર્ચ પેટે ૧ બાળક દિઠ રૂ. ૧૦૦/- લેખે ૨૦૦૦/-
૧૦૦ નવજાત શિશુઓ પૈકી ૨૦% નો સંભવિત દર ગણતાં ૨૦ નવજાત શિશુઓને પોતાની હોસ્‍પિટલમાં દાખલ કરી જરૂરી તપાસ કરી દવા ઇન્‍જેકશન અને સારવાર આપવાના પ્રવર્તમાન પ્રમાણ તથા આનુસાંગિક પરિક્ષણો વગેરે લક્ષમાં રાખી ૧ નવજાત શિશુ દીઠ રૂ. ૫૦૦૦/- લેખે ચૂકવવાની થતી રકમ (રૂ.) ૧૦૦૦૦૦/-
૧૦૦ નવજાત શિશુ પૈકી ૫% લેખે પ નવજાત શિશુઓને મેડીકલ કોલેજ ખાતે રીફર કરવા માટે વાહન ભાડાની ચુકવવાની થતી રકમ (દર રૂ. ૧૦૦૦ લેખે) ૫૦૦૦/-
કુલ રકમ રૂપિયા ૧૬૭૦૦૦/-
કરાર અંતર્ગત ખાનગી સ્‍ત્રીરોગ નિષ્‍ણાતની કામગીરી
બાળ રોગ નિષ્‍ણાત સાથે સંકલન.
પ્રસુતા માતા અને બાળકને તેમની હોસ્‍પિટલમાં અનુ. પ્રસુતિ (PNC) સમયના ઓછામાં ઓછા ૪૮ કલાક રાખવા.
તેમને પ્રિવેન્‍ટીવ સેવાઓ આપવી.
ચિરંજીવી યોજના હેઠળ જોડાયેલને ૧૦૦ નવજાત શીશુના પેકેજ દીઠ રૂ. ૩૦૦૦૦/- મળવાપાત્ર.
બાળ સખા યોજના ભાગ-ર
ગરીબી રેખા હેઠળના કુટુંબ બે જેના બાળકોનો જન્‍મ ચિરંજીવી યોજના કે સરકારી હોસ્‍પિટલો – સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર / જીલ્‍લાની હોસ્‍પિટલો સિવાયના સ્‍થળે થયો હોય તેને આનુસાંગિક યોજના
કરાર અંતર્ગત સ્‍ત્રીરોગ / બાળ રોગ નિષ્‍ણાંતો માટે નાણાંકીય જોગવાઇઓ :

 

યોજના અંતર્ગત ૧૦૦ નવજાત શિશુ દીઠ રૂ. ૧૭૫૦૦૦/- નું પેકેજ નક્કી કરવામાં આવ્‍યું.

 

યોજના અંતર્ગત બાળરોગ નિષ્‍ણાંતે પોતાની હોસ્‍પિટલમાં મોકલવામાં આવેલ ગરીબી રેખા હેઠળના લાભાર્થી શિશુને તપાસવાના અને આપાતકાલિન સેવાઓ આપવાની રહેશે.

બાળ સખા યોજના – ૨ નું પેકેજ
અ.નં. વિગત રકમ (રૂ.)
બાળ રોગ તબીબને કન્‍સલ્‍ટેશન ચાર્જ પેટે ૧૦૦ બાળકોના પેકેજ માટે એક બાળક દિઠ રૂ. ૨૦૦/- લેખે (૧૦૦ બાળકો X ૨૦૦/- કન્‍સલટેશન માટેના) ૨૦૦૦૦/-
૧૦૦ બાળકોના ગ્રામ્‍ય કક્ષાઓની બાળરોગ નિષ્‍ણાંત તબીબના કલીનીક સુધી વાહન વ્‍યવહાર ખર્ચ પેટે (@૨૦૦X૧૦૦) ૨૦૦૦૦/-
આશા આરોગ્‍ય કાર્યકર / આંગણવાડી કાર્યકર પ્રોત્‍સાહન પેટે બિમાર બાળકને બાળરોગ નિષ્‍ણાંત તબીબને ત્‍યાં લઇ જવા માટે (@૫૦X૧૦૦) ૫૦૦૦/-
જરૂરિયાતવાળા ૨૫ બાળકોને પોતાની હોસ્‍પિટલમાં દાખલ કરી સારવાર આપવા માટે બાળરોગ નિષ્‍ણાતોને ચુકવાની થતી રકમ પેટે (@૫૦૦૦X૨૫) ૧૨૫૫૦૦૦/-
(૧૦૦ ના ૫%) X રૂ. ૧૦૦૦ (ટ્રાન્‍સપોર્ટેશન મેડીકલ કૉલેજ ખાતે રીફર કરવાના) ૫૦૦૦/-
કુલ રકમ રૂપિયા ૧૭૫૦૦૦/-
કરાર અંતર્ગત બાળ રોગ નિષ્‍ણાંતની કામગીરીઓ :
યોજનામાં બાળરોગ નિષ્‍ણાતને પરિશિષ્‍ટ-૮ મુજબ અધ્‍યતન રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. તેમજ વડી કચેરીના આરોગ્‍ય અધિકારીશ્રી મુલાકાત દરમ્‍યાન માંગણી કરે તો રજૂ કરવાનું રહેશે.
ખાનગી બાળરોગ નિષ્‍ણાતને ઓ.પી.ડી. કન્‍સલટેશન પેટે બાળક દીઠ રૂ. ૨૦૦/- લેખે રૂ. ૨૦૦૦૦ અને દાખલ કરીને સારવાર આપવા પેટે ૧૨૫૦૦૦/- મળવાપાત્ર રહેશે.
બાળરોગ નિષ્‍ણાંત શિશુના સગાને વાહનવ્‍યવહાર પેટે રૂ. ૨૦૦/- લેખે તથા વર્કરને પ્રોત્‍સાહન માટેની રકમ પેટે રૂ. ૫૦/- વાઉચર ઉપર સહી લઇને તુરંત જ ચૂકવી આપશે.

છેલ્લા સુધારાની તારીખ : 11/10/2017

વપરાશકર્તાઓ : 826245