મુખપૃષ્ઠશાખાઓ ખેતી વાડી શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

અમદાવાદ જિલ્લો ગુજરાતની મધ્યે આવેલો છે એગ્રો કલાઇમેટીક કોટન ઉત્તર-પશ્રિમ ૪ અને ૮ માં આવેલ છે. જિલ્લાનો છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ વરસાદ ૭૧૫મી.મી. છે. જિલ્લામાં વિષમ પ્રકારનું હવામાન છે દુનિયામાં કાંતી માટે ઉદાહરણ રૂપ અમદાવાદ શહેર જાણીતુ છે.  સમગ્ર રાજયમાં આ પ્રદેશ ભાલનો કાંઠા વિસ્તાર તેમજ દસક્રોઇ અને નળકાંઠા વિસ્તાર તરીકે જાણીતો છે.  મુખ્યતવે ગોરડુ, મધ્યમકાળી પ્રકારની જમીન ધરાવે છે મુખ્ય પાકોમાં ડાંગર, બાજરી, ધઉંપિયત અને બીન પિયત, કપાસ-પિયત અને બીન પિયત કઠોળ પાકોમાં તુવેર, મગ, ચણા, તલ, રાઇ, દિવેલા, શાકભાજી અને જુવાર આ વિસ્તારમાં થાય છે.

અમદાવાદ જિલ્લો ૨૦.૦ થી ૨૩.૮ ઉત્તર અક્ષાંશ અને ૭૦ થી ૭૨.૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલ છે.  દરિયાની સપાટીથી ૩૬.૫ થી ૪૨.૫ મિટરની ઉંચાઇએ આવેલ છે. પશ્રિમ રેલ્વે અમદાવાદ, મુંબઇ, દિલ્હી અને રાજયના તમામ શહેરો સાથે બસ વ્યવહારથી જોડાયેલ છે.  જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૭,૭૮,૨૯૬ હેકટર છે તે પૈકી ખેડાણ વિસ્તાર ૫,૬૬,૨૨૦ હેકટર છે  પિયત વિસ્તાર ૨,૦૧,૦૧૫ હેકટરમાં છે કુલ ૧,૬૩,૮૧૭ ખાતેદારો છે

જિલ્લામાં વિસ્તરણ તંત્ર મારફતે ખેડૂતોને કૃષિ મહોત્સવ, ખેડૂત શિબિરો દવારા ખેડૂતોને ખેતી અને આનુસાંગીક વિષયની તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવે છે.  ખેતીવાડી ખાતાની વિવિધ યોજના, કપાસ યોજના, ધાન્ય યોજના, અનુ.જાતી સિંચાઇ યોજના દવારા જિલ્લાના ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર, સેન્દ્રિય ખાતર, ટ્રેકટર, થ્રેસર, સુધારેલ ખેત ઓજાર, જીપ્સમ, આઇપીએમ સાધનો વિગેરેમાં સહાય આપવામાં આવે છે.  ખેડૂત અકસ્માત વિમા યોજનામાં અકસ્માતે મૃત્યુ પામેલાને સહાય ચુકવવામાં આવે છે કૃષિ પેકેજ દવારા યોજનામાં સહાય આપીને તેમજ વિસ્તરણ તંત્ર દવારા ખેતીનું આધુનીક જ્ઞાન અને માર્ગદર્શન આપી જ્ઞાનમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024758