મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખાજીલ્‍લા આયોજન મંડળ

જીલ્‍લા આયોજન મંડળ

ગુજરાત રાજય આયોજનની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરવામાં સમગ્ર રાષ્ટ્રમાં મોખરે રહયુ છે. સૌ પ્રથમ ૧૯૭૩માં ગુજરાત રાજયમાં જિલ્લા આયોજન મંડળની રચના કરાઇ ત્યારબાદ તેની પુનઃ રચના થતી રહી પરંતુ ભારતમાં આયોજન યુગના શિલ્પી પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ ૧૪ નવેમ્બર ૧૯૮૦ ના રોજ ગુજરાતે આયોજનની પ્રક્રિયાના વિકેન્દીકરણમાં એક ક્રાન્તિકારી કદમ ઉઠાવ્યું અને જિલ્લા કક્ષાના તથા તાલુકાકક્ષાના આયોજનના ધડતર અમલીકરણ અને વિનિયમનમાં પ્રજાકીય પ્રતિનિધીઓને સામેલ કર્યા એટલું જ નહિ પરંતુ જિલ્લા આયોજન મંડળોને ન્યુનતમ જરૂરિયાત કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓના ધડતર તથા અમલીકરણ માટે સમગ્ર રાજયની જિલ્લા કક્ષાની યોજનાકીય જોગવાઇના ૧૫ ટકા જેટલી રકમ વિવેકાધીન જોગવાઇ તરીકે ફાળવવાનું તથા તેમના હવાલે મુકવાનું શરૂ કર્યું અને ૫ ટકા જોગવાઇની રકમ પ્રોત્સાહક સ્વરૂપે ફાળવવાનું નકકી કર્યું જેથી જિલ્લા આયોજન મંડળોના માધ્મય દ્વારા આયોજનની પ્રક્રિયામાં લોકોનો સહયોગ પણ સાંપડી શકે અને લોકો ન્યુનતમ જરૂરીયાતમાં કામોનો અમલ જિલ્લા કક્ષાએ સ્વયં કરી શકે. આથી તાલુકા કક્ષાએ તાલુકા આયોજન સમિતિ નકકી કરવામાં આવી જેનું માળખુ નીચે પ્રમાણે છે
તાલુકા આયોજન સમિતિનું માળખું
તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ
પ્રાંત અધિકારી / નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉપાધ્યક્ષ
તાલુકાના ધારાસભ્ય સભ્ય
તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય સભ્ય
તાલુકા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સભ્ય
મામલતદાર સભ્ય
તાલુકા વિકાસ અધિકારી સભ્ય સચિવ
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024865