મુખપૃષ્ઠપંચાયત વિષેસફળ કિસ્સાઓ

સફળ કિસ્સાઓ

"આપણું ગુજરાત આગવું ગુજરાત"
A Success Story - NABH Accreditation of PHC – Jetalpur(PHC Jetalpur -3rd PHC of India achieving NABH Accreditation by Quality Council of India)
સંદેશ
જાગૃત જનસમૂહના સમર્થન અને ભાગીદારીથી રાજયની પ્રજાને સ્વચ્છ પાણી, સ્વચ્છ ધરતી અને સ્વચ્છ વાતાવરણ મળે તે માટે નિર્મળ ગુજરાતના કાર્યક્રમને સફળ બનાવવાની પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે.
ઉદ્દેશ
નિર્મળ ગુજરાત કાર્યક્રમ દ્વારા વ્યકિતગત અને સામૂહિક ધોરણે સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો અપનાવી માનવીય તથા પર્યાવરણીય આરોગ્ય સમૃધ્ધ બનાવવાની રાજયની નેમ છે. સ્વચ્છતાને કામગીરીથી વિશેષ સંસ્કારોમાં સ્થાન આપવાથી રાજયની પ્રતિષ્ઠામાં અનેરો વધારો થશે. રાજયની આર્થિક સમૃધ્ધિ વધુ ગુણવતાયુકત બનશે.
થયેલ કામગીરી
જિલ્લાના તમામ એ.પી.એલ. લાભાર્થીને વ્યકિતગત સૌચાલય બનાવવા માટે ૩૮૩ ગામોને પ્રથમ તબકકામાં રૂ. ૨૫,૦૦૦/- લેખે રૂ. ૯૫ લાખની રકમ આપવામાં આવેલ છે. આજ હેતુ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૩૭ ગામને રૂ. ૫૧ લાખની રકમ ફાળવવામાં આવેલ છે.
ધનકચરાના નિકાલ માટે જિલ્લાના સ્વભંડોળમાંથી ૫૧૬ ટ્રાયસીકલ રૂ. ૩૬ લાખના ખર્ચે ખરીદ કરી પ્રત્યેક ગામને અત્રેથી પૂરી પાડવામાં આવેલ છે.
નિર્મળ ગુજરાત અંતર્ગત જનજાગૃતિ સારૂં ભીત સૂત્રો, બેનરો તથા ચિત્રો માટે રૂ. ૨ લાખનું અનુદાન ફાળવવામાં આવેલ છે.
જિલ્લાની ૧૨૭૬ જાહેર સંસ્થાની કચેરીઓ સાથે સરકારી કચેરીઓને રંગરોગાન કરવામાં આવેલ છે.
સ્વચ્છ ગામ સ્વસ્થ્ય ગામ અંતર્ગત લોક જાગૃતિ માટે ૨૫,૦૦૦ જેટલા પેમ્ફલેટ પોસ્ટરોનું વિતરણ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી ૯૧૫ જેટલા મૃત પશુઓના નિકાલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા ૫૪૯ જેટલા સ્થળોએ જંતુનાશક દવાઓનો છટકાવ કરવામાં આવેલ છે.
જિલ્લાની તમામ ૫૧૮ ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી રૂ. ૧૬.૮૫ લાખ જેટલી રકમનું સફાઇ વેરો ઉધરાવી ગામની સફાઇમાં આ રકમનો ખર્ચ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
નિર્મળ ગુજરાત - ૨૦૦૭ અંતર્ગત યોજવામાં આવેલ વિરાંજલી વનમહોત્સવ દરમ્યાન જિલ્લામાં ૭ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.
જિલ્લા હસ્તકની તમામ સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરી ૧,૧૫,૦૦૦ જેટલી ફાઇલોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. જે પૈકી ૫૬,૦૦૦ જેટલી ફાઇલો રેકર્ડરૂમમાં જમા કરેલ છે.
જિલ્લાના ૨૫૦૦ જેટલા કર્મચારી/અધિકારીશ્રીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે. જે કામગીરી હજુપણ ચાલુ છે.
૧૪મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મદિને, ૧૫મી ઓગષ્ટ સ્વતંત્ર દિને તથા ૨ જી ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ધનિષ્ટ સફાઇ ઝૂંબેશ સપ્તાહ ઉજવી જિલ્લાના તમામ કર્મચારી/અધિકારી તથા પદાધિકારીશ્રીઓને સફાઇ ઝૂંબેશમાં સાંકળવામાં આવેલ હતા.
કરવાની કામગીરી
સ્વચ્છતા ઝુંબેશો દ્વારા ગામેગામ જાહેર માર્ગો ઉપર અને જાહેર જગ્યાઓ કચરા મુકત તથા ઝાડી જાંખરા મુકત રાખવા.
દરેક ગામે ધન કચરાના પર્યાવરણ સ્વીકાર્ય પધ્ધતિથી નિકાલ વ્યવસ્થા બનાવવી.
પાણીના વ્યાજબી ઉપયોગ દ્વારા ગંદાપાણીના નિકાલની આરોગ્યપ્રદ વ્યવસ્થાઓ ગોઠવવી.
પીવાના પાણીના સ્ત્રોતો અને જળાશયો સ્વચ્છ રાખવા અને જંતુ મુકત રાખવા તથા ભરાયેલા પાણીના ખાબોચીયા વહેતા કરવા.
સરકારી કચેરીઓ સ્વચ્છ અને સુંદર બનાવવી. જુના માલસામાનનો નિકાલ કરવો.
દરેક કુંટુંબ માટે શૌચાલયની વ્યવસ્થા કરવી.
લોકોમાં અને ખાસ કરીને નાના બાળકોમાં સ્વચ્છતાલક્ષી સુટેવો કેળવવા માટે પ્રચાર પ્રસાર કરવો.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024740