મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

Introduction
ગુજરાત રાજયની સ્થાપના ૧ મે, ૧૯૬૦થી સ્થાપના થયા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૬૩થી અમલ થયો. પંચાયતી રાજનો મુળ ઉદ્દે્શ ગ્રામ્ય કક્ષાના લોકો સુધી સરકારશ્રીની તમામ યોજનાઓનો મહતમ લાભ મળે તે સમાયેલો છે. જેમાં પાણી, રસ્તો, રહેણાંકનું મકાન, આરોગ્ય, શિક્ષણનો સમાવેશ થાય છે.
ગ્રામ પંચાયતની રચના ત્રીસ્તરીય વહેંચાયેલા છે. જેમાં જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મધ્યસ્થી તરીકે તાલુકા પંચાયતનો સમાવેશ થયેલ છે. ગ્રામ પંચાયતના વહિવટી વડા તરીકે સરપંચશ્રી હોય છે. જયારે તાલુકા/જિલ્લા પંચાયતના વહિવટી વડા તરીકે પ્રમુખશ્રી હોય છે.
જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિની રચના કરવી ફરજીયાત છે.
જિલ્લા પંચાયતમાં (૧) કારોબારી સમિતિ (૨) બાંધકામ સમિતિ (૩) આરોગ્ય સમિતિ (૪) ૨૦ મુદ્દા અમલિકરણ સમિતિ (૫) અપીલ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત બે વર્ષની હોય છે. આ સમિતિ સિવાય સામાજીક ન્યાય સમિતિ અને શક્ષિણ સમિતિની પણ રચના કરવામાં આવે છે. જેની મુદત પાંચ વર્ષની હોય છે. તદ્ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૪૫ થી કરેલ જોગવાઇ મુજબ રાજય સરકારની પુર્વ મંજુરીથી બીજી સમિતિની રચના પણ થઇ શકે છે.
કારોબારી સમિતિ અને શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ ૯ સભ્યોની રચના કરી શકાય છે. જયારે બાકીની સમિતિઓમાં ૫ સભ્યોની રચના કરી શકાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024697