મુખપૃષ્ઠ | શાખાઓ | પંચાયત શાખા | નિધિની વિગત

નિધિની વિગત

જિલ્‍લા / રાજય સમકારી નિધીઃ

ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ પંચાયત ધારાની કલમ-૨૨૧થી જિલ્‍લા સમકારી ફંડ નામનું સ્‍થાપવું અને કલમ-૨૧૯(ક) (૨) (ક) અન્‍વયે ભરવામાં આવતી રકમોનું તે બનશે. અને તેનો ઉપયોગ જિલ્‍લામાં પંચયતો વચ્‍ચે સામાજિક અને આર્થિક અસમાનતાં ધટાડવા માટે તાબાની પછાત પંચાયતોને જિલ્‍લા સમકારી નિધિમાંથી અનુદાન ફાળવવા માટે કરવો.
આ અન્‍વયે ગુજરાત પંચાયત (જિલ્‍લા સમકારી ફંડ) (રોકાણ અને ખાસ અનુદાન) બાબતના નિયમો-૧૯૯૫થી નિયમો બનાવેલ છે. જે મુજબ નિયમ-૧ (૧) થી ૧(૩) મુજબ જિલ્‍લા સમકારી ફંડની રચના કરાયેલ છે. નિયમ-૪ની જોગવાઇઓ મુજબ પછાત ગામ અને તાલુકા પંચાયતો નકકી કરી આવી પંચાયતો નિયત શરતોનું પાલન કરી અનુદાન મેળવવા અરજી કરે તો તેવી પંચાયતોને આ ફંડમાંથી અનુદાન આપવામાં આવે છે.

જિલ્‍લા ગ્રામ ઉત્તેજન નિધિ

જિલ્‍લા ગ્રામ ઉત્તેજન નિધીમાં પંચાયત ધારાની કલમ-૨૨ પ્રમાણે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ દરેક જિલ્‍લામાં પંચયતોને જિલ્‍લા ઉત્‍તેજન ફંડ નામનું ફંડ સ્‍થાપવું આ ફંડની કલમ-૨૧૯ અન્‍વયે જમીન મહેસુલ ભરવાના ૭-૧/૨ નાણા ભરવાની રકમોનું તે બનશે આ ફંડમાંથી પ્રોત્‍સાહક અનુદાન કેટલું આપવું તે ફંડનું રોકાણ કેવી રીતે કરવું હતું માટે કરવામાં આવે છે.
આ ફંડમાંથી જમા થતી રકમ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીના અંગત ખાતે સરકારી તિજોરીમાં મુકેલ આ રકમ અનામત મુકેલી રકમમાંથી પ્રોત્‍સાહક ગ્રાન્‍ટ તરીકે બાકીની રકમનું મુદતી થાપણ તરીકે સરકારના રોકાણ કરવામાં આવે છે

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024703