અમદાવાદ જીલ્લા ના જોવાલાયક સ્થળો

જામા મસ્જિદ - અમદાવાદ

માણેક ચોકની બરોબર પશ્ચિમમાં ભવ્ય જામા મસ્જિદ (શુક્રવારી મસ્જિદ) આવેલી છે. તે 1423માં અમદાવાદના સ્થાપક અહમદશાહ પહેલાના કાળમાં બની હતી. મસ્જિદની ચારે બાજુ જૂના શહેરના કેન્દ્રનો વ્યસ્ત કોલાહલ જોવા મળે છે.....

કોટવાળું શહેર અને દરવાજો - અમદાવાદ

ઇ.સ. 1411માં અહમદશાહે સાબરમતી નદીના પૂર્વ કિનારે શહેરની સ્થાપન કર્યા પછી શહેર પછીના કેટલાક દાયકાઓ દરમિયાન સ્થિરતાથી વિકાસ પામ્યું. સન 1487 સુધીમાં તે એવું સત્તાનું કેન્દ્ર બન્યું કે અહમદશાહના પૌત્ર મહમુદ બેગડાએ તેને સંભવિત આક્રમણો સામે કિલ્લેબંદ કરવાનો નિર્ણય લીધો. શહેરને ફરતે 10 કિમી.ની દિવાલ બનાવીને તેને આક્રમણની સામે સંરક્ષિત કરવામાં આવ્યું. આ દિવાલને મૂળે 12 દરવાજા, 189 બુરજો અને 6000થી વધારે કાંગરા હતા....

દાદા હરીર વાવ(પગથિયા કૂવો) - અસારવા - અમદાવાદ

સ્વામિનારાયણ સંપ્રદાય માટે બાંધવામાં આવેલું આ મંદિર સૌથી પ્રથમ મંદિરછે. 1822માં, મંદિરના બાંધકામ માટે અંગ્રેજ સરકારે આ જમીન આપી હતી, અને સ્વામિનારાયણે તેમની જાતે આનંદઆનંદ સ્વામીનું મંદિરનું નિર્માણ કરવાની જવાબદારી સ્વીકારી હતી....

રવિવારી બજાર - અમદાવાદ

દર રવિવારે એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલી ખુલ્લી જગ્યા શહેરના સૌથી મોટા બજારો પૈકીની એક બને છે. બ્રિજથી શરૂ કરીને નદીના કાંઠે કાંઠે ફેલાયેલાં બજારમાં લોકોની જરૂરિયાતની સંભવિત તમામ ચીજવસ્તુ વેચતા સેંકડો ખુમચા અહીં ખુલે છે. સ્પષ્ટપણે વહેવારુ એવા બજારમાં તમને નકામી ચીજવસ્તુઓ, પ્રવાસીઓ માટેના ઘરેણાથી માંડીને અસંખ્ય જાતના સુશોભનો વેચતા ખુમચા પણ જોવા મળશે.

પરંપરાગત સ્થળો - અમદાવાદ

લગભગ એક માઇલના ઘેરાવામાં આવેલું બહુકોણીય તળાવ 1451મા સુલતાન કુત્બ-ઉદ્દ-દીને બંધાવડાવ્યું હતું. તળાવના કેન્દ્રમાં નગીના વાડીના નામે ઓળખાતા ઉનાળુ મહેલ સાથે એક ટાપુ-બગીચો છે. આ તળાવ હવે તો આનંદપ્રમોદનું એક લોકપ્રિય કેન્દ્ર બની ગયું છે અને તેની આસપાસ બાલ વાટિકા, બોટ ક્લબ, કુદરતી ઇતિહાસ સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલય આવેલા છે.

પાછળ જુઓ

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036890