મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

ભૌગોલિકસ્થાન
ભૌગોલિકસ્થાન ગુજરાત રાજયના મધ્યમાં આવેલ અમદાવાદ જિલ્લો ઉત્તર દિશાએ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મહેસાણા જિલ્લો, દક્ષિણ દિશાએ બોટાદ જિલ્લો, પૂર્વ દિશાએ ખેડા જિલ્લો તથા પશ્વિમ દિશાએ સુરેન્દ્રનગર જિલ્લાની હદથી જોડાયેલ છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬°થી ૨૩-૪° ઉત્તર અક્ષાંક તથા ૭૧-૬° થી૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.
નદીઓ
નદીઓ જિલ્લાની ઇશાન દિશામાં આવેલ અરવલ્લી પર્વતની હારમાળામાંથી નીકળતી એક માત્ર નદી સાબરમતી જે જિલ્લાની મુખ્ય અને મોટી નદી છે. જે ૨૦૦ માઇલ લાંબા પ્રવાહથી જિલ્લાની ભૂમિને પાવન કરે છે. જિલ્લાના જુદા-જુદા સ્થળોથી ઉપસ્થિત થતી ખારી, મેશ્વો, ઓમકાર, ભાદર, નલિકા, ઉતાવળી જેવી નાની-નાની નદીઓ એકબીજાને મળીને છેવટે સાબરમતી નદીમાં સમાય છે. આમ જિલ્લાના વૌઠા ગામે આવી નાની-નાની છ નદીઓ સાબરમતીમાં ભળીને નદી સંગમ બને છે. જયારે ધોળકા અને સાણંદ તાલુકાના વિસ્તારમાં રોઢ નામની નાની નદી આવેલ છે. જે ભોગાવોને મળે છે.
આબોહવા
દરિયા કિનારાની નજીક દક્ષિણ પ્રદેશને બાદ કરતાં જિલ્લાની આબોહવા વિષમ છે. શિયાળામાં ઓછું ઉષ્ણતામાન ૯° સેન્ટીગ્રેડ અને ઉનાળામાં વધુમાં વધુ ઉષ્ણતામાન ૪૫° સેન્ટીગ્રેડ રહે છે. વરસાદનું સામાન્ય પ્રમાણ ૬૧૦ મી.મી. થી ૭૫૦ મી.મી. જેટલું રહે છે.
જમીન અને પાકો
પાકો જિલ્લાના નવ તાલુકાની જમીન ભિન્ન-ભિન્ન પ્રકારની પરિસ્થિતિ ધરાવે છે. ગોરાડું, કાળી, મધ્યમકાળી જમીન આવેલ છે. મધ્યમ કાળી જમીનમાં ભાલ વિસ્તારની ક્ષારવાળી જમીનનો સમાવેશ થાય છે. આ જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર, બાજરી, કપાસ, ધઉં છે. જયારે ગૌણ પાકોમાં કઠોળ, તેલિબીયા અને જુવાર જેવા પાકો છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024845