મહત્‍વના નકશાઓ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ

અમદાવાદે રાષ્ટ્રીય સ્વાતંત્રયની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો. દક્ષિણ અફ્રિકામાંથી ૧૯૧૫ માં પાછા ફર્યા બાદ, મહાત્મા ગાંધીએ ભારતમાં તેઓના વસાવટ માટે અમદાવાદને પસંદ કર્યું અને સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરી કે જયાંથી રાષ્ટ્રીય ચળવળના જુદા જુદા તબકકાઓમાં દિશાસૂચન થયેલ હતું ૧૯૩૦ માં પસંદ કરેલ સત્યાગ્રહીઓની ટુકડી સાથેના મીઠાના સત્યાગ્રહ માટે પ્રખ્યાત દાંડીકૂચ હાથ ધરાઇ હતી.
અમદાવાદશહેર - ગુજરાતનુંહૃદય
આજથી એક હજાર વર્ષ પૂર્વે આશાપલ્લી - આશાવલ નામનું સમૃધ્ધ નગર અસ્તિત્વમાં હતું. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડયું આશાવલ. આ નગર પાટણ અને ખંભાતની જેમ ઉભરતું ગુજરાતનું એક સારૂં નગર હતું અને આશાવલમાં જૈન અને બ્રાહ્મણોના મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહાત્મકની દ્રષ્ટિએ પણ આ નગર અગત્યનું સ્થાન બન્યું. સોલંકી વંશના રાજાસિદ્ધરાજ રાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાટ જીતવામાં સરળતા રહે તે આજનું અમદાવાદ. આ શહેર આજે તેની અનેક ખાટીમીઠી યાદોને ભીતરમાં સંકોરીને બેઠું છે અને રાષ્ટ્રનું અગ્રણીનગર બનવા હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદની જહાજોલાલી તેના સ્થાપનાકાળથી જ હતી તેમ કહેવામાં જરાયે અતિશયોકિત નથી.
 
માત્ર અમદાવાદ શહેરમાંજ નહીં પરતું અમદાવાદ જિલ્લામાં કાર્યરત સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો અને સંસ્થાઓએ માનવસર્જિત આપત્તિ કે કુદરતી ત આપત્તિ વેળાઓ હમેશા પ્રજાની પડખે ઉભા રહી પ્રેમનું, સ્નેહનું સિંચન કરી સાચા અર્થમાં હૂંફ આપી છે. શહેરની તેમજ જિલ્લાની એકસો પચાસ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સેવાકીય કાર્યોથી પ્રવૃત્ત છે.
 
અમદાવાદ શહેરએ પુરા ગુજરાત રાજયનું હાર્દ સમું શહેર છે. ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ. સ. ૧૪૧૦માં અહમદશા બાદશાહે અમદાવાદ શહેર વસાવેલું. શહેરની સીદી સૈયદની જાળી કોતરણી કામ માટે દુનિયાભરમાં જાણીતી બની છે. સાબરમતી આશ્રમ, ગુજરાત વિઘાપીઠ, સેન્ટ્રલ જેલ આઝાદીની લડતનાં સંસ્મરણો તાજા કરાવે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર તથા અટીરા જેવી સંસ્થાઓએ અનેક સંશોધનો હાથ ધરીને વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત કાંકરીયા, શાહ આલમરોજો, કર્ણમુકતેશ્વર મહાદેવ, ભદ્રકાળી માતાનું મંદિર, ઝૂલતામિનારા, સરખેજનો રોજો, હઠીસિંહના દહેરાં, બાળવાટિકા, દાદાહરીની વાવ વગેરે જોવાલાયક છે.
 
પાછળ જુઓ આગળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1025673