મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ


અમદાવાદ જિલ્લાનું નામ તેના મુખ્ય મથક અમદાવાદ શહેર પરથી આવ્યું છે. મિરાતે - અહમદી જણાવે છે કે અમદાવાદ શાહે તેમના આધ્યાત્મિક સલાહકાર સરખેજના સંત શેખ અહમદ ખટ્ટુની સલાહથી ઇ. સ. ૧૪૧૧ ની ૨૭મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને જૂના શહેર અસાવલ અને કર્ણાવતીથી તદ્દન નજીકના વિશાળ અને ખુલ્લા વિસ્તારમાં અમદાવાદનો પાયો નાખ્યો..

હાલનો અમદાવાદ જિલ્લો અર્બુદા પર્વત અને સાબરમતી નદી વચ્ચે આવેલા અનારટા પ્રદેશના ભાગમાંથી બનેલ છે. સ્કદ પુરાણના નગરખંડ અને પદમ પુરાણના છઠ્ઠા ઉત્તર ખંડમાં પણ તેનો ઉલ્લેખ છે. જૂનાગઢના રૂદદામન ખડક ઉપરના શિલાલેખમાં આ પ્રદેશનો સ્વભરા એટલે કે, સાબરમતી નદીની આસપાસ આવેલ પ્રદેશ તરીકે ઉલ્લેખ છે.

હાફત ઇકલીમના લેખકે ઇ. સ. ૧૫૯૩ માં લખ્યું છે કે ચોખ્ખાઇ અને સમૃધ્ધિની બાબતમાં અમદાવાદ સમગ્ર ભારતમાં અજોડ છે અને તેનાં સુંદર સ્મારકોની બાબતમાં તે અન્ય શહેરો કરતાં ચડિયાતું છે. સમગ્ર વિભાગમાં આટલું ભવ્ય અને સુંદર કોઇ પણ શહેર અસ્તિત્વમાં નથી એમ કહેવામાં અતિશયોકિત નથી. બીજા શહેરો કરતાં તેની શેરીઓ પહોળી અને સુવ્યવસ્થિત છે. સુંદર બાંધણીવાળી તેની પ્રત્યેક દુકાન બે કે ત્રણ માળવાળી છે. તેમાં રહેતા નિવાસીઓ, બંને સ્ત્રીઓ અને પુરૂષો વિવેકી અને નાજુક છે.

ખ્રિસ્તી સંવતની શરૂઆતથી આજના સમય સુધી ગુજરાતમાં વસતા લોકોએ ભારતની બધી જાતિઓ કરતાં સૌથી વધુ વેપારી કૂનેહ અને સાહસિકતા દર્શાવ્યા છે. સોળમી સદીના પ્રારંભ અગાઉ, અમદાવાદના રેશમ, સુવર્ણ અને ચાંદી, કિનખાબ, જરી અને કસબના ભરતકામ અને સુતરાઉ કાપડની માંગ કેરોથી પેકિંગ સુધીના દરેક પૂર્વ તરફના બજારોમાં હતી.

મુઝફફર ત્રીજાના કાળમાં ગુજરાતના ઇલાકામાં અરાજકતાની પરિસ્થિતિ હોવાથી સ્વતંત્ર સુલતાનોનો અંત આવ્યો. અકબરે ગુજરાત પર ચડાઇ કરી અને તેને ૧૫૭૩માં જીતી લીધું. મોગલ શાસનકાળ દરમિયાન અમદાવાદની સમૃધ્ધિ ખૂબ વધી ઔરંગઝેબના અવસાન પછીના શાસકો નબળા હતા. સૂબા અથવા મોગલ ઉમરાવો પરસ્પર અને મરાઠાઓ સાથે લડાઇમાં વ્યસ્ત હતા. પરિણામે દેશમાં ગેરવ્યવસ્થા પ્રવર્તતી હતી. અઢારમી સદીમાં મરાઠાઓના રાજયકાળ દરમિયાન, તમામ હેતુઓ માટે અડધુ ગાયકવાડના કબજામાં વહેંચાયેલું હતું. પેશ્વાઓની હકુમતનો વિસ્તાર વધારે હતો. અમદાવાદમાં ગાયકવાડના તરફથી એક પ્રતિનિધિ હતો. પરંતુ પેશ્વાઓએ પણ શહેરમાં તેઓનો સૂબો નિમ્યો હતો. મરાઠાઓના ૬૪ વર્ષના શાસનમાં અમદાવાદની પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઇ અને શહેરમાં ધણી ગેરવ્યવસ્થા સર્જાઇ. પેશ્વા અને ગાયકવાડ વચ્ચેની લડાઇ અને ધણા સંધર્ષો બાદ બ્રિટિશરોએ ઇ. સ. ૧૮૧૭ માં અમદાવાદ લઇ લીધું.

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024747