પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્થળોશ્રી કષ્ટભંજન દેવ

શ્રી કષ્ટભંજન દેવ મુઃ- સાળંગપુર

તીથૅરાજ યાત્રાધામ સાળંગપુર (હનુમાન) સૌરાષ્ટ્રના આંગણે આવેલ પંચાલ દ્રાર સમા તીથૅક્ષેત્રમાં મુગટમણી સમાન રાજમાન મંગલભવન તીથૅરાજ યાત્રાધામ સાળંગપુર (હનુમાન) માં સાક્ષાત શાશ્વત બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મહારજનો
 
પરમ કળપાળુ સવૉવતારી પુણૅ પુરૂષોતમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મુળ અક્ષરમુર્તિ યોગીવયૅ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા થકા બોટાદ ગામે આવ્યા.આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર શ્રી વાધા ખાચર બોટાદ સ્વમીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વમીએ કહયુ દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો.તે સમે વાધા ખાચરે વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાઈ પડયા છે.ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે સંતો આવતા નથી.જેથી સત્સંગનો દુકાળ છે.સ્વમી આપ કંઈક કળપા કરો તો સંતો અમારે ત્યા પધારે.આતૅભકતોની મનોવ્યથાને સમજી આષૅદ્રષ્ટા ક્રાંતિદર્શન પુ.પાદ સ્વામીશ્રીએ લુખદ જવાબ આપતા કહયું કે,અમો તમારૂ આર્થિક દુઃખ ટાળવા આપને એવા તો દેવ આપીશું જે આપનું તથા સવૅ કોઈનું સવૅ પ્રકાર શ્રેય કરશે અને સદાય માટે તોમને સંતોનો સમાગમ રહેશે.
 
સંતકળપાએ સુખ ઉપજે સંતકળપાથી સરે કામેસંતકળપાથી પામીએ પુરણ પરષોતમ ધામ.એવા સદગુણના ભંડાર સવૅજનના સુખદાતાર સ્વામીએ તત્કાળ શુધ સંકલ્પ કર્યો કે જે વડે અનંત જીવોના કષ્ટ દુર કરે એવા શ્રી કષ્ટભંજન હનુમાનજી પધરાવીએ જેથી જગત જે મલીન ભુતપ્રેતાદિકથી પડિાય છે.વાંજિયામેણું,વિધુર વિધવા-દ્રરિદ્રતા વગેરે દુઃખો ,આર્થિક-સામાજિક-ધામિૅક-રાજકીય દુઃખો,દૈવી પ્રકોપ વગેરેથી મુકત થઈ દેવને આધીન થઈ મુકિત મેળવે એવું વિચારી ગામને પાદર પાળિયા હોય છે.તેમાંથી એક પાળિયા(શિલા) ઉપર સ્વમીએ સ્વહસ્તે હનુમાનજીની મુર્તિ દોરી આપી.કાના કડિયાને બોલાવી હનુમાનજી મહારાજની સુંદર જોતા જ સામથયૅવાન લાગે એવી આકષૅક ભાવવાહી મુર્તિ બનાવરાવી.તાત્કાલિક સુંદર નવ્ય ભવ્ય કલાત્મ્ક રૂપકડું મંદિર બનાવ્યું
 
સવંત ૧૯૦પ ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં સ.યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો-વિદ્રાન બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ.ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મુર્તિની સ્થાપના કરી.નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્‍ઠાની આરતી ઉતરાવી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં થકા ઊભા છે.પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.
 
ત્યારે શાસ્‍ત્રો-પુરાણોમાં વણૅવેલ હનુમાનજી નામે બાવન વીશો આ મુર્તિમાં પ્રવેશ કરવા તૈયાર થયા.દિવ્ય દ્રષ્ટિવાળા સ્વામીએ સમાધિયોગમાં શ્રીજીનાં સંકેત દવારા વીરોને જોઈને મંગલ ઉદબોધન સાથે વિવેકપુણૅ વાણી આ પ્રમાણે ઉચ્ચાર કે હે વીરો દિવ્ય શકિતવાળા આપ સૌમાંથી જેમણે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્ર ભગવાનની તથા દ્રાપરમાં શ્રી કળષ્ણ ભગવાનની તથા હાલ કળીકાળમાં પુણૅ પુરૂષોતમ શ્રી સ્વામીનારાયણ મહાપ્રભુની સેવા જે નિષ્‍કામ ભાવનાથી કરી છે એવા હે હનુમંત મહાવીર આપ પધારો અને આ મુર્તિમાં સદા પ્રગટ બિરાજો.ગુરૂ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામળતપિપાસુ શ્રીરામદુત હનુમાનજી મહારાજે તત્કાળ મુર્તિમાં આવિભૉવ પામતાની સાથે જ આ મુર્તિ થર થર થર ધ્રુજવા લાગી.સ્વામીશ્રીએ આપેલા અપાર સામથયૅને જાણે પોતાનામાં સમાવતા થકા મારૂતિનંદન હસવા લાગ્યા.સવૅસુખદાતા ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો,મુઠ-ચોટ-ડાંકણ-શાકણ-મલીન મંત્ર- તંત્ર-ભુત-પ્રેત ભૈરવ-બ્રહ્મરાક્ષસ-ચુડેલ-પિશાચ વગેરેના પાશથી પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજે છે.ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે પ્રગટ સામથયૅ ધ્રુજતી બંધ કરો.
 
સવૅના કષ્ટને હરનાર દેવ પધરાવ્યા છે તેથી જ સ્વમીએ કષ્ટભંજન દેવ એવું શુભનામ આપ્યું.
 
આ સ્થાનમાં દુનિયાભરના ભુતપ્રેત આવે છે.કોઈ અંગ્રેજી,ઉર્દુ,પારસી,મરાઠી,હિન્દી વગેરે ભાષાઓમાં વાત કરે છે.તેને અહીં હનુમાનજી મહારાજ ગુજરાતી ભાષામાં વાચા આપી વાત કરાવે છે.જેથી પુજારીજી સમજી શકે અને યોગ્ય શિક્ષા-પ્રાયશ્વિત ન્યાય રૂપેઆપી શકે અને મલીન યોનિમાંથી છુટકારો આપી શકે છે.
 
અહીં નાતજાતન જોયા વગર ભેદભાવ ટાળીને દાદા સૌ પ્રત્યે એક સમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.મેલી વિધા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખચૉ કરતાં જીવોને જયારે સાળંગપુરના દાદાનો આશ્રય મળે છે ત્યારે નિષ્‍કામ સેવાધમૅ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્યભાગી માની સદા દાદાના ઉપાસક બની સાચા ભકતો બને છે અને આર્થિક-દૈહિક સવૅ દુઃખોથી મુકત બને છે.
 
અને વિશિષ્ટતા તો એ છે કે પશ-પંખી પણ પ્રેતયોનનેિ પામેલા હોય છે.જે માનવોને વળગે છે.દાદા કષ્ટભંજન દેવ એને મનુષ્યની વાચા આપે છે.તેની વાત સમજીને યથાયોગ્ય મુકિત આપે છે.
 
દાદા આગળ બેસીને મનની જે કાંઈ મુંઝવણ હોય તે રજુ કરે અને દાદાની શરણાગતિ સ્વીકારે તો દાદા ખુદ દુત દવારા બોલે છે કે મારે શરણે આવેલ હર કોઈ જીવને હું સદગતિઆપું છું.આમ,આધિ-વ્યાધિ ઉપાધિથી જીવ આ લોક-પરલોકમાં પરમ સુખના ભોકતા બને છે.
 
આ મંદિરમાં શ્રીજી પ્રસાદીનું ગાંડુ,પલંગ,બાજોઠ છે જેની નીચે વળગાડવાળાને બેસાડવાથી ભુતપ્રેત બળે છે.અવો ભયંકર દંડમળવાથી તે ભુત સદાને માટે ભાગી જવા તત્પર થઈ જાય છે.ગોપાળાનંદ સ્વામીના પ્રસાદીના ભગવા વસ્‍ત્રો,પતર,શ્રીજી મહારાજના ચરણાવિંદ,શ્રીજી મહારાજે જયાં સ્નાન કરેલ છે. જળપાન કર્યુ છે,કષ્ટભંજન દેવનો જે જળથી અભિષેક કરેલો છે તે જ અહીંયા પવિત્ર તીથૅરૂપ ગંગાજળીયો કુવો છે.
 
નારાયણ કુંડ જયાં શ્રીજી મહારાજે ધણી વખત અનેક સંતો,ભકતો,મુકતો સહિત સ્નાન કર્યુ છે.મનુષ્ય,પશુ,પક્ષીમાંથી નીકળેલ કરોડો ભુતપ્રેતને આ નારાયણ કુંડના ખારામાં મોકલવામાં આવે છે,ત્યાંથી સદગતિ થાય છે.આવું અતિ મહિમાપુણૅ આ વિશિષ્ટ તીથૅક્ષેત્ર સાળંગપુર કષ્ટભંજન દેવ (હનુમાનજી) નામે શોભી રહયુ છે.
 
હંમેશા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પાઠ ચાલે છે.જેને જે કાંઈ મુશ્કેલી હોય તે આ સમયે હનુમાનજીદાદા આગળ રજુ કરવાથી દુઃખી જીવોને અહીં પાઠપુજા આપવામાં આવે છે.શ્રધ્દ્રાપુવૅક આપેલ પાઠપુજા કરે તેનું સવૅથા સવૅપ્રકારે સુખશ્રેય થાય છે
 
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમુ.પો.સાળંગપુર તાઃ- બરવાળા જિ :- અમદાવાદ (સૌરાષ્ટ્ર) પીનકોડ :- ૩૮ર૪પ૧ ફોન નં :- ૦૨૮૪૯ - ૫૫૫૫૫/૮૩૬૫૫ ૦૭૯-૩૧૪૧૨૦૨/૩૧૪૧૨૮૩જય કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા