પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્થળોશ્રી ભીમનાથ મહાદેવ

શ્રી ભીમનાથ મહાદેવ મુઃ- ભીમનાથ

 
આશરે સાડા પાંચસો વષૅ પહેલા રાજસ્થાન તરફથી દશનામ ગૌસ્વામી મહંત તેમની જમાત સાથે યાત્રાર્થે જુનાગઢ જતા માગૅમાં અત્યારે જયાં શ્રી ભીમનાથજીનું પ્રસધ્ધિ મંદિર છે ત્યાં આવેલ તેમની સાથે ગાયો પણ હતી તેમાની એક ગાય નામે પિયાળે હાલમાં જયાં ભીમનાથ દાદાનું શિવલીંગ છે અને પાસેજ જાળ (વરખડી) પ્રકારનું પ્રાચીન વ્રુક્ષ છે તેની નીચે ઉભી રહેતી હતી તેના આંચળમાંથી દુધનો અભિષેક સ્વયં થતો મહંતશ્રીને તેમની આ પ્રિય ગાયનું દુધ કોઈ દોહી લઈ જાય છે તેવી શંકા જતા તેનો પીછો પકડતા એક દિવસ પ્રાતઃ સ્વનજરે આ ચકિત કરનાર દ્રશ્ય જોયું રાત્રે આ વિશે વિચાર કરતા કરતા તેઓ નિદ્રાધીન થયા...
 
સ્વપ્નામાં શ્રી આસુતોષ ભગવાન સન્મુખ થયા તેમણે પિયોળ ગાયના દુધનાં સ્વયં અભિષેકનું રહસ્ય ખોલ્યુ તથા પોતાની પાછળ રહેલ કથા કહી ભગવાન શ્રી શિવે મહંતશ્રીને ત્યાં રોકાઈ જઈ પોતાના પ્રાચિન મહાભારત સમયમાં શિવલીંગને સમય જતા માટીમાં દટાઈ ગયેલ તેને જાળવળક્ષની નીચેની જમીન ખોદીને દ્રશ્યમાન  કરવાનો આદેશ આપ્યો મહંતશ્રીએ આજ્ઞાનું પાલન કરી આ પવિત્ર પાંડવ પુજિત શિવલીંગને પ્રગટ કર્યુ શ્રીમહાદેવજીએ કહેલ કથા આ પ્રમાણે છે.
 
સાડા પાંચ હજાર વષૅ પહેલાં ધ્દ્રાપર યુગના અંતમાં મહા પરાક્રમી પાંડવો ઈન્દ્રપ્રસ્થમાં તથા કૌરવો હસ્તિનાપુરમાં શાસન કરતા હતા.બંને પિતરાઈ ભાઈઓમાં કારણોસર વૈમનસ્ય જનમ્યું કૌરવોએ પાંડવોને હેરાન પરેશાન કરવા જુગઠા બાજીની રકમ રમવાં આમંત્ર્યાં આંમત્રણને તે સમયની રાજયપ્રણાલીકા અનુસાર માન્ય રાખી તેઓ ઈન્દ્રપ્રસ્થ પહોચ્યા ત્યાં કૌરવ કુલભુષણ દુર્યોધન તથા મામા શકુનીએ રમતની બાજીઓ દરમ્યાન છલકપટનો આશ્રય લઈ જયેષ્ઠ પાંડુપુત્ર શ્રી યુધિષ્ઠિરને પરાસ્ત કયૉ તેઓ તેમનું સંપુણૅ રાજય ધનસંપતિ તથા સેના હારી ગયા શરતોને આધિન પાંડવ પુત્રોને કુટુંબ સાથે ફકત પહેરેલ વસ્ત્રો એ બાર વરસ વનવાસ જવુ પડયુ તેમા પણ એક વષૅનો ગુપ્ત વનવાસ ભોગવવાનો હતો.
 
આ છેલ્લા ગુપ્તવનવાસ સમયે પશ્વિમ ભારત ભ્રમણ દરમ્યાન તેઓ અત્યારે જયાં શ્રી ભીમનાથ મહાદેવની જગ્યા છે ત્યાં આવી ચડયા ભગવાન શિવમાં અતુટ શ્રધ્ધા ધરાવનાર બાણાવાળી શ્રી અર્જુનજીએ ""પણ'' લીધેલુ કે મહાદેવની પુજા કયૉ સિવાય જમવુ નહી તપાસ કરતા આજુ બાજુ કયાય શિવલીંગ નજરે ન ચડયુ ગદાધારી યોધ્ધા ભીમ જે અતિ બળવાન તથા વિશાળ શરીરવાળા હતા તેમનાથી ક્ષુધા સહન ન થતા એક યુકિત અજમાવી તેમણે જાળવળક્ષની નીચે એક શિવલીંગાકાર પાષાણ જોયો આસપાસથી જંગલી ફુલો તથા જળ લાવી તે પાષાણ પર ચડાવ્યા પછી સૌ કુટુંબીજનોને લઈ જઈ બતાવ્યું કોઈ અલ્પ સમય પહેલાંજ પુજા કરી ગયુ હોય તુવુ દ્રશ્ય હતુ મહાશિવભકત શ્રી અર્જુનજી ભાવવિભોર થયા તેમણે પરમશ્રધ્ધા ભાવથી બાજુમાં વહેતી પવિત્ર શ્રી નલિકા નદીમાંથી જળ ભરી લાવી પોતાની સાથે જે પુજા સામગ્રી હતી તે ચડાવી પુજા સંપન્ન કરી સૌ ભજોન બનાવી જમ્યા.
 
પછી એકાએક શ્રી ભીમે પ્રચંડ હાસ્ય વચ્ચે કહયુ કે પોતે શિવલીંગ ઉપજાવી કાઢેલ હતું શ્રી અર્જુને કરેલ પુજા ખોટી હતી તે વ્યથૅ ગઈ છે.અને તેમનું પ્રણ તુટી ગયુ છે.તેમ કહેલ પોતાના ""પણ'' તુટવાના દુઃખથી ચિંતતિ થઈ અર્જુનજી અશ્રુભીની આંખે શિવજીની પ્રાથૅના કરવા લાગ્યા શ્રી ભીમે પોતાની યુકિત છતી કરવા ખાતર સહજ ભાવે ગદા ઉપાડી શિવલીંગાકાર પાષાણ પર જોરથી તેનો પ્રહાર કર્યો શ્રી અર્જુનજીની સાચી ભકિતીથી સૌના આશ્વયૅ વચ્ચે કણૅભેદી અવાજ સાથે તે પાષાણમાંથી દુધની ધારાઓ વચ્ચે ભગવાન શ્રી શિવ પ્રગટ થયાં આ જોઈ ભીમને ધણો પસ્તાવો થયો તેમણે શ્રી મહાદેવજી પાસે ક્ષમા માંગી શ્રી અર્જુનની ભકિતથી પ્રસન્ન થયેલ તેમણે ક્ષમા આપી તથા પાંડવોને આશીર્વાદ આપ્યા.
 
નોંધ:-જાળ (વરખડી)ના વુક્ષમાંથી ઉનાળામાં ચૈત્ર-વૈશાખ માસમાં ખાંડ જેવો સફેદ પદાથૅ ઝરે છે જેને યાત્રિકો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.